ગુજરાતમાં 1272 નવા કોરોના કેસ નોંધાયા: 1050 લોકો થયા સ્વસ્થ
28, ઓગ્સ્ટ 2020

ગાંધીનગર-

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1272 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1050 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2978 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 270 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 92,601 છે. જેમાંથી એક્ટિવ કેસ 15,072 છે. આજે રાજ્યમાં કુલ 75,800ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 270, અમદાવાદમાં 168, વડોદરામાં 132, રાજકોટમાં 111, જામનગરમાં 92, ભાવનગરમાં 65, ગાંધીનગરમાં 38, પંચમહાલ 30, અમરેલીમાં 28, મોરબીમાં 26, જૂનાગઢમાં 25, ગીર સોમનાથમાં 24, બનાસકાંઠામાં 23, કચ્છમાં 22, ભરૂચમાં 21, મહેસાણામાં 19, વલસાડ 18, આણંદ, પાટણમાં 16-16, દેવભૂમિ દ્વારકા, દાહોદમાં 15-15, નવસારીમાં 14, ખેડામાં 13, નર્મદામાં 12, જામનગરમાં 11, છોટા ઉદેપુર, મહીસાગરમાં 9-9, સુરેન્દ્રનગરમાં 8, બોટાદમાં 7, અરવલ્લી, સાબરકાંઠા, તાપીમાં 6-6, પોરબંદરમાં 5 અને ડાંગમાં 2 સહિત કુલ 1272 નવા કેસ નોંધાયા છે. 

રાજ્યમાં કોરોનાના કારણે 14 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરા, રાજકોટમાં 2-2 જ્યારે અમરેલી અને ગીર સોમનાથમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 213, અમદાવાદમાં 162, વડોદરામાં 100, જામનગરમાં 97, પંચમહાલમાં 62 અને રાજકોટમાં 55 સહિત કુલ 1050 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે રાજ્યમાં અત્યારે કુલ 15,072 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 86 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,986 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 74,551 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution