PSI અમિતા જોષી આત્મહત્યા કેસનાં આરોપી પતિ સહિતનાં સાસરિયાઓ ઝડપાયા
23, ડિસેમ્બર 2020

સુરત-

સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતનાં PSI જોષી આપઘાતનાં મામલામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મરણજનાર PSI જોષીનાં કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓને પોલીસ દ્રારા ઝડપી પાડવામાં આવ્યા છે. PSI જોષીએ આત્મઘાત કર્યા બાદ પતિ સહિત સાસરિયા સામે કેસ નોંધવામાં આવતા, તમામ લોકો ભાગી છુટ્યા હતા.

પોલીસ દ્વારા તપાસનાં ઘમઘમાટ સાથે PSI આત્મહત્યા કેસનાં આરોપી પતિ સહિતનાં સાસરિયાઓને ભાવનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક વિગતો સામે આવ્યા પ્રમાણે પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી સુરતનાં મહિલા PSIએ આપઘાત કર્યો હતો. આપને જણાવી દઇએ કે, મહિલા PSIએ પોતાનાં હાથે જ પોતાનાં પેટમાં ગોળી ધરબી દીધી હતી અને મોતને વહાલું કર્યું હતું. પોલીસ દ્વારા ઝડપવામાં આવેલા તમામ આરોપીઓને સુરત લાવવાની તજવીજ સાથે રવાના કરવામાં આવ્યા છે.અમિતા જોશી સુરતના ઉધના પોલીસ સ્ટોશનનાં પટેલ નગર પોલીસ ચોકીમાં ઇન્વે ચાર્જમાં મહિલા PSI તરીકેની ફરજ બજાવતા હતા. PSI અમિતા જોશી પરણિત છે અને તેને એક બાળક પણ છે. જોકે પોલીસની તાપસમા ત્યારે તો મહિલા PSI એ કયા કારણો સર આ પ્રકારે આપઘાત કર્યો, તે તો જાણી શકાયું નહોતું. મહિલા PSI ના આપઘાત પાછળ પોલીસની ફરજ પરની કામગીરી ને લઈ અને પછી ઘર કંકાસ કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે દિશામાં મહિધરપુરા પોલીસ તપાસ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution