અરવલ્લી-

જિલ્લાના મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે સાથે, AIMIM, AAP, BTP તેમજ ઢગલાબંધ અપક્ષના ઉમેદવારો મેદાને છે. મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 6, 7 અને 8 માટે AIMIMના 12 ઉમેદવારો મેદાનમાં છે. મોડાસામાં AIMIMની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવારો સામે છે. ત્યારે આ વોર્ડમાં રાજકીય ગતિવીધી તેજ થઇ છે.

મોડાસાના કુલ 9 વોર્ડમાંથી વોર્ડ નં 2,3,4માં એક પણ મુસ્લિમ વોટ નથી. જ્યારે 6, 7, 8 અને 9માં એક પણ હિન્દુ વોટ નથી. જ્યારે વોર્ડ નં. 01માં 25 ટકા મુસ્લિમ મતો છે અને વોર્ડ નં.5માં 45 ટકા મુસ્લિમ મતો છે. મોડાસાના લઘુમતિ સમાજના વોર્ડ એટલે કે 6, 7, 8માં AIMIM, કોંગ્રેસના વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ માટે ચીંતાનો વિષય બની ગયો છે. ગત વખતે મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 10માંથી 09 સીટો લઘુમતિ વિસ્તારમાંથી મેળવી હતી. ત્યારે આ વખતે AIMIMના આગમનથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દોડતા થયા છે. આ વખતે મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતવાની પ્રબળ આશા હતી પરંતુ AIMIMને લઇને કોંગ્રેસના જનસમર્થન મોટુ નુકસાન પહોંચ્યું છે. મહત્વની બાબતે એ છે કે, આ ઉપરોક્ત તમામ વોર્ડમાં કોંગ્રેસે સરખા ઉમેદવાર ઉતાર્યા છે. પરંતુ સાથે-સાથે ભાજપે પણ દરેક વોર્ડમાં 2 એમ 3 વોર્ડમાં 6 ઉમેદવાર ઉભા રાખ્યા છે.