મોરબીમાં શખ્સ 12 વર્ષની માસૂમનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ
10, માર્ચ 2021

મોરબી-

મોરબી નજીક રહેતી શ્રમિક પરિવારની ૧૨ વર્ષની પુત્રીનું એક શખ્સે અપહરણ કરીને માળીયા લઈ ગયો હતો. જ્યાં પોતાની પરિચિતની મદદથી તેના મકાનમાં શ્રમિક પરિવારની પુત્રી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર પિતાની ફરિયાદ પરથી પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી નજીક રહેતાં શ્રમિક પરિવારની ૧૨ વર્ષીય પુત્રી પર નજર બગાડીને ગત ૫ના રોજ રાત્રીના સમયે તેનું અપહરણ કરીને વિજય તેજાભાઈ અંગેચણીયા નામનો શખ્સ માળીયા લઈ ગયો હતો. માળીયામાં રહેતાં તેના પરિચિત ડાડો મિયાણાએ પોતાનું મકાન રહેવા માટે વિજયને આપ્યું હતું. આથી આ શખ્સે તેના મકાનમાં સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સગીરાને ઓરડીમાં ગોંધી રાખી હતી. આ બનાવ બાદ સગીરાએ પોતાના પિતાને સઘળી હકીકત જણાવતાં તેણીના પિતાએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી અને તેના સાગરીતને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution