રાજપીપળા, નર્મદા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન ઝોલા છાપ ડોક્ટરો લોકોની સારવાર કરી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઊઠી હતી.ફરિયાદને આધારે નર્મદા પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી ડોક્ટરોને સાથે રાખી ૮ જેટલા ઝોલા છાપ ડોકટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા પોલીસે ૮ ઝોલા છાપ તબીબો પાસેથી ૪,૫૫,૫૭૦ રૂપિયાનો સારવારને લાગતો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે તિલકવાડાના અગર ગામમાં ૧૦ પાસ ઝોલા છાપ તબીબ લોકોની સારવાર કરી રહ્યો હતો.નર્મદા જિલ્લામા કોરોના કેહેર વચ્ચે નર્મદા જિલ્લા પોલિસ અને આરોગ્ય વિભાગે સંયુકત રીતે રાજપીપલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા તેમજ હોમીયોપેથી સર્ટી આધારે એલોપેથીક સારવાર કરતાબોગસ તબીબો ઝડપી પડતા ખડખડાટ મચી ગયો છે.નર્મદાની એલસીબી પોલીસે ૪, એસઓજી પોલીસે ૧, તિલકવાડા પોલીસે ૧ અને આમલેથા પોલીસે ૨ મળી મળી કૂલ ૮ બોગસ તબીબો નર્મદા જિલ્લા માંથી ઝડપાયા છે

ક્યા ક્યા બોગસ તબીબો ઝડપાયા(૧) દિનેશ રઘુનાથ અધિકારીને ૧૯,૯૧૮ રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.અગર તા.તિલકવાડા જિ.નર્મદા)(૨) રાજકુમાર સુધીર રાવલને ૨૪,૧૯૩ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા (રહે.લાછરસ તા.નાંદોદ) (૩) પ્રશાંત ચન્દ્રકાંત પટેલને ૧,૮૫,૫૧૪ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.રાજપીપળા)(૪) સંજય કુમાર કાર્તિકચંન્દ્ર સીલને ૪૨,૦૦૪.૪૪ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા ( સાગબારા, રોજદેવ ગામ)(૫) ડો.મહેન્દ્રભાઇ ગણેશભાઇ મહાજનને ૬૪,૭૦૧ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા (રહે.સેલંબા, ખોચરપાડા રોડ) (૬) સુભાષચંદ્ર સનાતન મલીકને ૩૭,૪૬૬ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા ( રહે.દેવલીયા ચોકડી તા.તિલકવાડા)(૭) રમાકાંન્ત ચોધરીને ૫૫,૯૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.(હાલ રહે. પ્રતાપનગર તા.નાંદોદ)(૮) યશ સુબોદચંદ્ર દેસાઇને ૨૫,૮૨૪.૭૪ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.( પ્રતાપનગર, તા.નાંદોદ)

નેત્રંગમાં બે ઝોલાછાપ ડોક્ટર સાણસામાં

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર થવા ગામના સ્ટેશન ફળીયામાં અને નેત્રંગ ચાર રસ્તા ઉપર ઝોલાછાપ બે ડોક્ટરો ગેરકાયદેસર દવાખાનું ચલાવી દદીઁઓને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરતા હોવાની બાતમી મળતાં નેત્રંગ પોલીસે બંદોબસ્ત સાથે તપાસ હાથધરી હતી. બંને ઇસમો પાસે દવાખાનુ ચલાવવા માટે સરકાર માન્ય ડિગ્રી અને સર્ટીફીકેટ ન હતું, છતાં પણ ગેરકાયદેસર રીતે દદીઁઓની સારવાર કરતાં હોવાનું માલુમ પડતા પોલીસે કાયદેસરની કાયઁવાહી હાથ ધરી હતી. ઝોલાછાપ ડૉકટરો પાસેથી ઇન્જેક્શન, દવા અને રૂ.૧૦૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ડૉક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી જેલભેગા કરતા ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ઝોલાછાપ ડૉકટરોમાં ભયનો માહોલ છવાયો છે. પકડાયેલ ડોક્ટર(૧) ચિત્તરંજન દિનાનાથ મંડલ ઉ.૬૬ રહે.થવા સ્ટેશન ફળીયું, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) પિયુષ વિનોદભાઈ સરકાર ઉ.૪૪ રહે.જવાહર બજાર, નેત્રંગ તા.નેત્રંગ જી.ભરૂચનો સમાવેશ થાય છે.