રાનકુવા,તા.૨૫ 

નવસારી જિલ્લામા આજે સવારે વધુ ૧૨ પોઝિટિવ કેસ સપાટી પર આવ્યા હતા. જે સાથે નવસારીમાં કુલ કેસની સંખ્યા વધીને ૪૬૩ ઉપર પહોંચી છે. નવસારીમાં અત્યાર સુધીમાં કોરોના ખપ્પરમાં ૩૭ જણા હોમાઈ ચુક્યા છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનું સંક્રમણ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં સતત વધી રહ્નાં છે જેમાં સુરત હોટસ્પોટ બન્યુ છે. તો તેને અડીને આવેલા નવસારી જિલ્લામાં પણ કોરોના સંક્રમીતોને સંખ્યામાં રોજના બહાર આવી રહી છે ધાકત બની રહેલા કોરોનામાં નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૫ દર્દીર્ઓનો ભોગ લેવાઈ ચુક્યો છે. નવસારીમાં સતત બહાર આવતા કેસોમાં આજે વધુ ૧૨ કેસ સપાટી ઉપર આવ્યા હતા જેમાં વાંસદાના કંડોલપાડા ગામે રહેતા ૫૫ વર્ષીય પુરુષ, ગણદેવીના બીલીમોરા ઓવરબ્રીજ પાસે રહેતા ૪૯ વર્ષીય મહિલા,શ્વબીલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય યુવક, વિજલપોરના આનંદ નગરમાં રહેતા ૫૦ વર્ષીય મહિલા, નવસારી છાપરા રોડ વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય પુરુષ અને જલાલપોર તાલુકાના મરોલી બજાર રાજા રોડ વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય યુવકઆ ઉપરાંત મલવાડા ગામના માતા ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય પુરુષ અને સરપોર પારડી નવસારી ખાતે રહેતી ૨૭ વર્ષીય યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જિલ્લામાં ચેપીરોગ કોરોના વાયરસ નું સંક્રમણ પ્રતિદિન બમણા વેગે વધી રહ્યું છે તંત્રના અથાગ પ્રયાસો વચ્ચે લોકો સામાજિક અંતર ન જાળવવું. માસ્ક પહેરવું નહીં આવી ઘણી બેદરકારીને કારણે સંક્રમણ વધી રહ્યું છે.