દિલ્હી-

મોદી સરકારના કૃષિ બિલ સામે ખેડૂતોનો રોષ વધી રહ્યો છે. હરિયાણા અને પંજાબના ખેડુતો રસ્તાઓ પર ઉતર્યા છે અને ખેતી સાથે જોડાયેલા ત્રણ બીલ પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન પંજાબના મુકતસરના બાદલ ગામે વિરોધ કરી રહેલા ખેડૂતે ઝેર પી લીધું હતું. વિશેષ વાત એ છે કે આ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું ગામ છે અને ખેડૂત તેના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલના ઘરની બહાર ધરણા પર બેઠેલા પ્રિતમસિંહ નામના ખેડૂતે આજે સવારે 6.30 વાગ્યે ઝેર પીધું હતું. તે માણસાના અકાલી ગામનો છે. પ્રીતમ સિંહને પહેલા બાડલ ગામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પછી, તેને બટિંડાની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેની હાલત એકદમ નાજુક છે.

આ આખો વિવાદ કેન્દ્રમાં તે ત્રણ કૃષિ બીલોનો છે. આમાં કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ, ભાવ ખાતરી અને ખેડુતો (સંરક્ષણ અને અધિકારીતા બિલ) અને કૃષિ સેવાઓ પરના આવશ્યક ચીજવસ્તુ સુધારા બિલનો સમાવેશ થાય છે. આ વટહુકમો વિશે કહેવામાં આવી રહ્યું છે કે, ખેડૂતો માટે લઘુતમ ટેકાના ભાવ એક માત્ર આવકનું સાધન છે, વટહુકમ પણ તેને દૂર કરશે. આ સિવાય એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વટહુકમો સ્પષ્ટપણે હાલની મંડી પ્રણાલીનો અંત લાવવાના છે.