રાજકોટમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી આવાસ યોજનાના ક્વાર્ટમાં યુવકે એવું કર્યુ કે..
05, એપ્રીલ 2021

રાજકોટ-

દેશમાં રોજ દુષ્કર્મનાં કિસ્સાઓમાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે મહિલાઓ માટે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. રાજકોટમાંથી આવા જ કઇંક સમાચાર સામે આવી રહ્યા છે.

જણાવી દઇએ કે, રંગીલા રાજકોટને યુવતીઓ માટે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે. જાે કે સુરક્ષિત શહેરમાં જ સ્ત્રીનો ભરોસો પ્રાપ્ત કરી તેને શિકાર બનાવવાની ઘટનાઓ ધીરે ધીરે વધવા લાગી છે. આવી જ એક ઘટનામાં એક સગીરા એક હવસખોરનો શિકાર બની છે. શહેરનાં તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનારી સગીરા પોતે ફરિયાદી બની છે અને તેને જ પોતાના ઉપર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર સગીરાની આપવીતી મુજબ આંખ ની ઓળખાણ ધરાવતા હરેશ સોલંકીએ તેણીને ફસાવીને આવાસ યોજનાનાં ક્વાર્ટમાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. સગીરાનાં જણાવ્યા મુજમ નારાધમે હવસ સંતોષીને તેણીને ધમકીઓ પણ આપી હતી. હાલ આ મામલે તાલુકા પોલીસે હરેશ સોલંકી નામનાં શખ્સ સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ સહિતની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution