મુંબઈ,

રાજકોટ શહેરનું નામ અવારનવાર ગુનાખોરીમાં મોખરે રહેતું હોય છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા હતા. જે બાદ પોલીસે પણ આંતર જિલ્લા કાર્યરત ગેંગને પકડવા કમર કસી હતી. ત્યારે આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય જિલ્લામાં ચોરીના ગુનાઓને અંજામ આપતી ગેંગના ચાર સભ્યોને પકડી પાડયા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય જિલ્લામાં ચોરીના ગુનાઓને અંજામ આપી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડયા છે. ક્રાઈમ બ્રાંચે પકડી પાડેલા તમામ આરોપીઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસીઓ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને પકડી પાડ્યા છે. 

મોહસીનશાહ ઉર્ફે આશીફ રાઠોડ, જહાંગીરશા રાઠોડ, સમીર ઉર્ફે સલીમ ઉર્ફે શાહરુખ મિતુલ પરમાર. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ૨૨ જેટલી ચોરીના ગુનાઓને અંજામ આપ્યાની કબૂલાત આપી છે. ક્રાઈમ બ્રાન્ચના એસીપી જયદીપ સિંહ સરવૈયા એ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે આરોપીઓ ની મોડસ ઓપરેન્ડી રાત્રિના સમયે બંધ કારખાના ફાર્મ હાઉસ તથા દુકાનોના તાળા તોડી ચીજવસ્તુઓની ચોરી તેમજ રોકડની ચોરી કરવાનું છે.

તો સાથોસાથ શેરીમાં પાર્ક કરેલ વાહનોની ચોરી કરવાનું છે. આરોપીઓએ અત્યાર સુધી મોરબી સુરેન્દ્રનગર તેમજ રાજકોટ શહેર માં જુદી જુદી જગ્યાએ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે. આ ગુનાના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આંતર જિલ્લા ચોરીના ગુનાઓને અંજામ આપતી ટીમને પકડી પાડવા બદલ રૂપિયા ૧૫૦૦૦નું નામ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આપવાનું જાહેર કર્યું છે.