બનાસકાંઠા : કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. થરાદમાં યોજાયેલ ડાયરામાં ૧૦ કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા. ડાયરામાં હકડેઠઠ ભીડ જાેવા મળી હતી. વડગામડા ગામે ધનજી ચૌધરીએ આ ડાયરો યોજ્યો હતો. ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના છજીઁ પૂજા યાદવ, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય ગુલબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા. ત્યારે સવાલ એ છે કે, પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો કરતા પહેલા કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. તો સાથે જ ડાયરાને લઈને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્‌યા છે. તો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ડાયરાના આયોજક ધનજી ચૌધરીની પોલીસે અટકાયત કરી છે.આ ડાયરો અનેક સવાલો ઉભા કરે છે. વકરતા કોરોના વચ્ચે આવી બેદરકારી કેમ દાખવાઈ, કલાકારો અને સંચાલકો કેમ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવે છે. ડાયરા યોજી કેમ કોરોનાને આમંત્રણ આપવામાં આવે છે. લોકોના આઈડલ ગણાતા કલાકોને પણ નિયમોનું ભાન નથી. ત્યારે શું સંચાલક ધનજી પટેલ સામે પોલીસ કાર્યવાહી કરશે. બીજી તરફ એએસપી પૂજા યાદવ જ કાર્યક્રમમાં અતિથિ તરીકે હતા. ત્યારે તેઓએ કેમ પહેલેથી જ પગલા ન ભર્યાં તે પણ મોટો સવાલ છે. પોલીસ આ પ્રકારનો કાર્યક્રમ અટકાવી શકી હોત, પણ તેવુ ન કર્યું. આયોજક ધનજી ચૌધરીએ માફી માગી હતી અને કહ્યું હતું કે, મારો કોઈ વાંક નથી, મે લોકોને માસ્ક આપ્યા હતા, પરંતુ લોકોએ તે પહેર્યા નહોતા. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ડાયરાના આયોજક ધનજી ચૌધરીની પોલીસે અટકાયત કરી છે.આ ઘટનાને પગલે છજીઁએ પહેલા તો પોલીસકર્મીઓનો લૂલો બચાવ કર્યો, જાેકે બાદમાં છજીઁએ કહ્યું, તે સ્થાનિક પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.