દિલ્હી-

સુપ્રિમ કોર્ટે યુપી, બિહારની નદીઓમાં મળી આવેલી લાશોના મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને હાઇકોર્ટનો સંપર્ક સાધવા કહ્યું છે. ખરેખર, ઉત્તર પ્રદેશના ગાઝીપુર અને ઉન્નાવ જિલ્લાઓમાં અને બિહારના બક્સર જિલ્લામાં ગંગા નદીમાં મૃતદેહો વહેતા મળ્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં કરાયેલી અરજીમાં આ લોકોના મોતનું કારણ જાણવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવા તાકીદ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોને આ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવવા માટે નિર્દેશ આપવો જોઇએ.

આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો ગંગા નદીમાંથી મળી આવેલી લાશો કોરોના સંક્રમણથી સંકળાયેલી છે, તો લોકોમાં સંક્રમણ ફેલાવાનું જોખમ છે, કારણ કે ગંગા નદીનું પાણી ઘણા શહેરોમાં પીવાના પાણીનો સ્ત્રોત છે.