છોટાઉદેપુર

છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ ને સંપૂર્ણ બહુમતી મળી હતી. તાલુકા પંચાયત ની ૨૬ બેઠકો માંથી ૨૦ બેઠકો ઉપર ભાજપ ના ઉમેદવારોએ જીત મેળવી હતી. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર થયેલી બેઠક માં જિલ્લા પંચાયત તેમજ જિલ્લામાં આવવતી તમામ તાલુકા પંચાયતો ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત માટે પ્રમુખ તરીકે જયસિંહ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ રાઠવા ના શિરે કળશ ઢોળવામાં આવ્યો હતો. પરંતુ. કંઈક મંડાગાંઠ સર્જાતા આજ રોજ પ્રમુખ તરીકે જયસિંહ હિમંતસિંહ રાઠવાને પક્ષ માંથી મેન્ડેટ આવતા દાવેદારી નોંધાવી હતી. પરંતુ સાથે જ પક્ષમાંથી ઉપપ્રમુખ નો મેન્ડેન્ટ આવતા નારાજ રાજેશભાઈ વીરસીંગભાઇ રાઠવાએ પણ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવી હતી. હવે તા.૧૮ ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયત ની કમાન કોના હાથમાં આવશે ? કોનો રાજતિલક કરાશે ? એ જ જાેવાનું રહ્યું