સુરત-

કોરોનાની પોસ્ટ ડિસીઝ ગણાતો મ્યુકોરમાઈકોસિસ વધુ ઘાતકી બન્યો છે. સુરત શહેરમાં કુલ દર્દીનો આંક ૫૦૦ને પાર થયો છે, ત્યારે મ્યુકોરમાઈકોસિસના ૫ અલગ વેરિયન્ટ શહેરમાં જાેવા મળ્યા છે. મ્યુકોરમાઈકોસિસની સાથોસાથ સુરત શહેરમાં એસ્પરજીલસના કેસ પણ દર્દીઓ માટે ખતરારૂપ બન્યા છે.

ફંગસનો શિકાર થતા ૨૦ ટકા દર્દીઓ એસ્પરજીલસના ઝપેટમાં આવ્યા હોવાનું તબીબોના મતે સામે આવ્યું છે. શહેરની સિવિલ, સ્મીમેરની સાથોસાથ કિરણ હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઈકોસિસની સારવાર દર્દીઓને આપવામાં આવી રહી છે. ત્યારે દિવસેને દિવસે વધતા કેસની વચ્ચે મ્યુકોરમાઈકોસિસના ૫ વેરિઅન્ટ અને ૨૦૦થી પણ વધુ કલર શેડ હોવાનું સામે આવ્યું છે.

તે પૈકી ૫ વેરિઅન્ટ તો સુરતના દર્દીઓમાં જાેવા મળ્યા છે. રાઈઝોપસ, રાઈઝોમ્યુકર, એપસડીયા, સિન્સીફેલાસ્ટ્રો, સકસિન્યા આ પાંચ પ્રકારના મ્યુકરમાઇકોસીસના વેરિયન્ટ જાેવા મળ્યા છે. કિરણ હોસ્પિટલના માઇક્રોબાયોજાેજીસ્ટ મેહુલ પંચાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસ હવે કોરોના પછી સુગર અને ફ્રી આર્યનનું પ્રમાણ વધવાની સાથે ભેજવાળું વાતાવરણ, સ્વચ્છતાની જાળવણીનો અભાવ અને ઓછી ઈમ્યુનિટીવાળા દર્દીઓને થઈ રહ્યો છે. મ્યુકોરમાઈકોસિસની જેમ જ યેલ્લો ફંગસ એટલે કે એસ્પરજીલસ નામક ફંગસ પણ દર્દીઓમાં જાેવા મળી રહી છે. ૨૦ ટકા કેસ એટલે કે મ્યુકોરમાઈકોસિસની તપાસ કરતાં ૧૦ દર્દીઓ પૈકી ૨ દર્દી એસ્પરજીવસનો શિકાર થઈ રહ્યા છે. મ્યુકોરમાઈકોસિસની જેમ જ યલ્લો ફંગસ એટલે કે એસ્પરજીલસ ઘાતકી જરૂર છે. પરંતુ મ્યુકોરમાઇકોસીસ જેટલો જીવલેણ નથી. સમયસર સારવાર થઈ જતા તેને દર્દીઓ બચી શકે છે. આ ફંગસ ભેજ વાળા વાતાવરણ બાદ એકાએક સૂકા વાતાવરણ સાથે ફેલાવાની શક્યતા જાેવા મળી છે.