કોરોના બાદ કિડની કેસમાં વધારો: અનેક લોકોને ટેમ્પરરી ડાયાલિસિસ કરાવું પડે છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2021  |   4059

રાજકોટ-

કોરોના બાદ કિડનીના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં અત્યારે એક દિવસમાં કિડનીના ૩૦૦થી ૩૫૦ કેસ નોંધાઈ રહ્યા છે, જેમાંથી ૯૦થી ૯૫% દર્દી રિકવર થઈ શકે છે. કોરોના પહેલાં ૧૭૫થી ૨૦૦ કેસ નોંધાતા હતા. પેઇનકિલર તેમજ હાઇપર ઈમ્યુનને કંટ્રોલ કરવા વપરાતી દવાને કારણે કિડની પર સોજાે આવે છે.

હાલમાં રાજકોટમાં રોજના ૩૦૦થી ૩૫૦ કેસ કિડનીના વધી રહ્યા છે, જેની પાછળનું કારણ અનકંટ્રોલ ડાયાબિટીસ અને અનકંટ્રોલ હાઇપરટેન્શન છે. કોરોનામાં રેમડેસિવિર ઈન્જેક્શન અને મ્યુકરમાઈકોસિસમાં એમ્ફોટેરેસિન-બી ઈન્જેક્શન આપવામાં આવે છે, જેની સીધી અસર કિડની પર પડે છે અને એ અમુક ટકા કામ કરતી બંધ થઈ જાય છે. કિડની કામ કરતી બંધ થતાં ઘણા સમયે દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે. કિડનીના લેવલની વાત કરીએ તો પુરુષમાં ૧થી ૧.૩ સ્ય્ડ્ઢન્ હોવી જાેઈએ તેમજ સ્ત્રીમાં ૦.૭ થી ૧ સ્ય્ડ્ઢન્ હોવી જાેઈએ. હાઈડોઝ દવાને કારણે કિડનીનું ક્રિએટિંગ લેવલ વધી જાય છે. ઘણા કેસમાં ૨.૫ થી ૩.૫ સ્ય્ડ્ઢન્ એટલે કે કિડની પર ૬૦થી ૭૦ % ડેમેજ થાય છે. તેનો મતલબ છે કે કિડની ૬૦થી ૭૦ ટકા કામ કરતી બંધ થઈ જાય છે. આવા કેટલાક કેસમાં દર્દીએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. કોરોના પહેલાં કિડની બગડવાને કારણે ૫થી ૧૦% દર્દીનાં મૃત્યુ થતાં હતાં, જે કોરોના બાદ કેસમાં વધારો થતાં ૧૫થી ૨૦% થયા છે. કેટલાક કેસમાં દર્દીનો જીવ બચી જતો હોય છે ત્યારે ટેમ્પરરી ડાયાલિસિસ કરવામાં આવે છે, જેના પ્રમાણમાં પણ વધારો થયો છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution