/
IND vs AUS: સિડનીમાં કોરોના કેસ વધ્યા, ટેસ્ટ મેચનું શું થશે?

સિડની 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાયરસ ચેપના નવા કેસો વચ્ચે સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ માટે કોઈ ખતરો નથી. જો કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

શુક્રવારે સિડનીમાં કોરોના ચેપના 28 કેસ નોંધાયા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ અહીં 7 જાન્યુઆરીથી રમાવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલેએ કહ્યું કે, 'અમે અમારા તબીબી નિષ્ણાતોના સંપર્કમાં છીએ, અમે અમારા ખેલાડીઓને બાય બબલમાં રાખ્યા છે, અમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ, પરંતુ તેમાં કોઈ ગભરાટ નથી.' 

સિડનીમાં ટેસ્ટ અંગે કોઈ અનિશ્ચિતતા છે કે નહીં તે પૂછતાં તેમણે કહ્યું હતું કે, મને એવું નથી લાગતું. આ માટે અમે બાયો બબલ બનાવ્યુ હોય છે. વિમેન્સ બિગ બેશ લીગ, બિગ બેશ લીગ, બીસીસીઆઈ અને ઓસ્ટ્રેલિયન ટીમે તમામ પ્રોટોકોલોનું સારી રીતે પાલન કર્યું છે. '

સિડનીમાં નવા કેસો જોતાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર અને ફોક્સ ક્રિકેટ કોમેન્ટેટર બ્રેટ લીએ નોર્થ સિડનીમાં પોતાના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. બ્રોડકાસ્ટર ટીમના બે સિડની સ્થિત સભ્યો પણ પાછા ફર્યા.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution