ઇસ્લામાંબાદ,

કુલભૂષણ જાધવ મામલે હવે પાકિસ્તાનની અક્કડ ઢીલી પડી ગઈ છે. ભારતના કડક વલણને લઈને પાકિસ્તાન પોતાના નિર્ણય પરથી પીછેહઠ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે.

પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરતા પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જાકે, ભારતે પાકિસ્તાનના દાવાને ઠગારો ગણાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી કરવા માંગે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે જાધવ પર સ્પષ્ટરીતે આ મામલે અરજી દાખલ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. અનુરાગે આને જાધવ પાસે રહેલ અપર્યાપ્ત ઉપાયોથી પણ વંચિત રાખવાના શરમજનક પ્રયાસ ગણાવ્યો છે.