રાજપીપળા, કેવડિયાના ગોરા ખાતે બનનારા ઘાટને ભારતી બાપુ ઘાટ નામકરણ થાય અને તેમની પ્રતિમા મુકવા માંગ કરાઇ હતી. નર્મદા કિનારે આવેલ ભારતી આશ્રમ ભારતી બાપુને ખૂબ પ્રિય હતો. ભારતી બાપુ કેવડિયા આવતા ત્યારે રાજકીય દિગગજાે એમને મળવા આવતા હતા.સૌરાષ્ટ્ર જૂનાગઢના જાણીતા સંત ૧૦૦૮ મહામંડલેશ્વર ભારતીબાપુ ૯૩ વર્ષની વયે બ્રહ્મલીન અમદાવાદ સરખેજ આશ્રમ ખાતે બ્રહ્મલીન થયા છે.જૂનાગઢમાં એમને સમાધિ આપવામાં આવનાર છે.ભારતી બાપુ નર્મદા જિલ્લા સાથે પણ જાેડાયેલા હતા.નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક ગોરા નર્મદા કિનારે આવેલા આશ્રમ પર તેઓ અવારનવાર આવતા હતા.આ શિવરાત્રી પહેલા જ તેઓ આ આશ્રમ પર હતા.જ્યારે પણ ભારતી બાપુ અહીંયા રોકાતા તો અનેક રાજકીય દિગગજાે તેમને મળવા આવતા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તો તેમને પિતા તુલ્ય ગણતા હતા.રાજકોટના હાલના પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા, રાજપીપળા હિમાંશુભાઈ રાવલ સહિત અનેક લોકો તેઓને મળતા હતા.

ભારતી બાપુ આશ્રમ પર જ્યારે આવતા તો રાજપીપળાના હીમાંશુભાઈ રાવલ તેમની સાથે સેવામાં સાથે રહેતા હતા.હીમાંશુભાઈ રાવલ જણાવ્યું હતું કે પૂજ્ય ભારતી બાપુએ વર્ષો પહેલા વિચાર્યું હતું કે એમના આશ્રમ નજીક ઘાટ બને હરિદ્વાર વારાણસી જેવી અહીંયા નર્મદા આરતી થાય.નર્મદા નદી ભરેલી ખડખડ વહેતી રહે.ગોરામાં નર્મદા ઘાટ મંજુર પણ થયો ત્યારે એ ઘાટનું તેમના હસ્તે ખાત મુહુર્ત થાય એવું તેઓ ઈચ્છતા હતા.