27, ઓગ્સ્ટ 2021
કાબુલ-
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક સિરિયલ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન માર્યા ગયા હતા અને 143 અન્ય લોકો ઘાયલ થયા હતા.આતંકી સંગઠન ISISના ખુરાસાન ગ્રૂપે હુમલાની જવાબદારી લીધી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું છે કે, મરનારાઓમાં 12 મરીન કમાન્ડો સામેલ છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત છે. કાબુલ એરપોર્ટથી તમામ ફ્લાઈટ ઓપરેશન્સ બંધ કરી દેવાયા છે. બે યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં 11 યુએસ મરીન અને નૌકાદળના તબીબી કર્મચારીઓ પણ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે હુમલામાં વધુ 12 સેવા આપતા કર્મચારીઓ ઘાયલ થયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર મરીન કોર્પ્સ જનરલ કેનેથ એફ.મૈકેજી જૂનિયરે જણાવ્યું તે કાબુલ સિરિયલ બાલાસ્ટમાં 12 અમેરિકી સૈનિકોના મોત થયા છે.જ્યારે 15 લોકો ઘાયલ થયા છે તાલિબાને કાબુલ એરપોર્ટની બહાર થયેલા વિસ્ફોટોની નિંદા કરી અને કહ્યું કે આ હુમલો અમેરિકી દળો દ્વારા નિયંત્રિત વિસ્તારમાં થયો છે. કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકામાં અમેરિકન સૈનિકો અને કેટલાક અમેરિકનો સહિત અફઘાન નાગરિકોના મોત બાદ રિપબ્લિકન પાર્ટીએ યુએસ પ્રમુખ જો બિડેનના રાજીનામા અથવા મહાભિયોગની માગ કરી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક સિરિયલ વિસ્ફોટ થયા હતા. ત્યારે બ્લાસ્ટના કારણે કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું કાબુલમાં સિરિયલ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 72 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.