ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ સપ્લાય કરશે
27, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

ચીન અને પાકિસ્તાનથી વધતા ખતરાની વચ્ચે ભારત ટૂંક સમયમાં જ બે આસમાની આંખોને ખરીદવા જઇ રહ્યું છે. તેની મદદથી ભારતની વિરૂદ્ધ બે ફ્રન્ટ મોર્ચા પર ખોલવાની તૈયારી કરી રહેલા દેશના દુશ્મનો પર બાજ નજર રાખી શકાશે. ભારતીય રક્ષા મંત્રાલય તેને લઇ ટૂંક સમયમાં જ ઇઝરાયલની સાથે કરારને આખરી ઓપ આપી શકે છે.

આ કરારની અંતર્ગત ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (અવાક્સ)ની સપ્લાય કરશે. પહેલાં પણ આ ડીલની કિંમતને લઇ ભારત અને ઇઝરાયલની વચ્ચે કેટલીય વાતચીત થઇ ચૂકી છે. જાે કે બેતરફી ખતરાને જાેતા આ કરારને ઝડપથી આખરી ઓપ આપવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે. ઇઝરાયલના ફાલ્કન અવાક્સને રૂસની ઇલ્યુસિન-76 હેવી લિફ્ટ એરક્રાફ્ટની ઉપર લગાવાશે. સૂત્રોના મતે આ ડીલને લઇ મંત્રાલયમાં ચર્ચા થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેને કેબિનેટ કમિટી ઓન સિક્યોરીટી સામે અંતિમ મંજૂરી માટે રજૂ કરાશે. 

ભારતીય વાયુસેના પેલેથી જ ત્રણ ફાલ્કન અવાક્સને ઓપરેટ કરે છે. તેણે ભારતીય વાયુસેનામાં 2009થી લઇ 2011ની વચ્ચે સામેલ કરાયા હતા. સૂત્રોના મતે જે બે અવાક્સને ઇઝરાયલ પાસેથી ખરીદવાની વાતચીત ચાલી રહી છે તે પેહલાંના ત્રણ ફાલ્કનની તુલનામાં વધુ તાકાતવાર હશે. તેનાથી લાંબા અંતર સુધીના કેટલાંય પ્રકારના ફ્લાઇંગ ઓબ્જેક્ટસ પર બાજ નજર રાખી શકાશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution