લોકસત્તા ડેસ્ક

કેન્દ્ર સરકાર દ્વારા 1મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિન લગાવવાની મંજૂરી આપી દીધા પછી સોશિયલ મીડિયા પર ઘણી મહિલાઓએ ચિંતા વ્યક્ત કરી. એમાં મહિલાઓ અનુસાર પીરિયડ્સ દરમિયાન કોરોના વેક્સિન લેવું ખોટું હોઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક રૂપથી દાવો કરવામાં આવી રહ્યો હતો કે મહિલાઓએ પોતાના પીરિયડ્સના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી કોરોનાની વેક્સિન લેવી ન જોઈએ. સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાઓએ પીરિયડ્સના પાંચ દિવસ પહેલા અને પછી વેક્સિન લેવી ન જોઈએ કારણ કે પીરિયડ્સ દરમિયાન ઇમ્યુનીટી ખુબ ઓછી હોય છે. સોશિયલ મીડિયાના આ દાવાને ફેક કરાર આપતા સરકારે લોકોજે અફવાઓ ન પડવા અને વેક્સિન લગાવવાની અપીલ કરી છે.


પીઆઈબીએ ટ્વીટમાં કહ્યું, Fake પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓએ પોતાના પીરિયડ્સના 5 દિવસ પહેલા અને પછી COVID-19 Vaccine લેવી ન જોઈએ. અફવાઓમાં ના પડો. 18થી ઉપરના લોકો 1 મે પછી વેક્સિન જરૂર લગાવે.

ડોકટરો અને ઘણા સામાજિક કાર્યકર્તાઓએ પણ દાવો કરતા કહ્યું કે, પીરિયડ્સનો વેક્સિન સાથે કોઈ સબંધ નથી. ત્યાં જ એક આર્ટિકલ મુજબ, યેલ સ્કૂલ ઓફ મેડીસીનમાં એલિસ લૂ-કૂલિગન અને અને હટર એપ્સ્ટીને પણ આ દાવો ખારીજ કરતા કહ્યું, હજુ સુધી પીરિયડ્સમાં બદલાવ માટે વેક્સિનને જોડતા કોઈ ડેટા ઉપલબ્ધ થયા નથી. કોઈ ડોક્ટર અને કાર્યકર્તાએ ટ્વીટર પર આ ફેક દાવાનો વિરોધ કર્યો.