19, ઓક્ટોબર 2020
દિલ્હી-
માઈક્રો બ્લોગિંગ સાઈટ TWEEITER ફરી એક વખત લોકેશનને લઈ ભૂલ કરી દીધી છે. ટ્વીટરે જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ ગણાવી દીધો છે. ટ્વીટરે આ હરકત બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયો છે. ટ્વીટર ઈન્ડિયાએ લાઈવ લોકેશન (GroTag)માં જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ દેખાડી દીધો હતો. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનની કંપન ગુપ્તાએ આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે.
તો આ મામલે ટ્વીટરનું કહેવું છે કે, અમને આ ટેક્નિલક ખામીની જાણકારી રવિવારે મળી હતી. અમે તેની સંવેદનશીલતાને સમજીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ. જિયોટેગની ખામીને અમારી ટીમે તરત જ દૂર કરી દીધી છે. જાે કે, આ ભૂલ માટે ટ્વીટરે માફી માગી ન હતી.
ટ્વીટરની આ ભૂલ ત્યારે પકડાઈ જ્યારે લદ્દાખની રાજધાની લેહ સ્થિત વોર મેમોરિયલ પર આયોજિત કાર્યક્રમનું પ્રસારણ પત્રકારોએ ટ્વીટર પર લાઈવ કર્યું હતું. લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન ટ્વીટરની આ ભૂલ પકડાઈ હતી. લાઈવ ટેલિકાસ્ટમાં જિયોટેગમાં જમ્મુ-કાશ્મીર, પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના લખેલું આવ્યું હતું.