શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો હતો. સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહી આજે (શનિવાર) સવારે હાથ ધરવામાં આવી હતી. કાશ્મીર પોલીસના ઇનપુટ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. તેની પાસેથી એકે -47 મળી આવી છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

10 ઓક્ટોબરના રોજ ખીણના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો હતો. આ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી એક એમ 4 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી હતી. આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું સંયુક્ત ઓપરેશન હતું.

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સુરક્ષા કાશ્મીરને દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિંગમ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે બાતમી મળી હતી, ત્યારબાદ સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ફાયરિંગ શરૂ કરી હતી, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.