જામનગર:ભાજપના મહિલા ઉમેદવાર છેલ્લી ઘડીએ બદલાયા, જાણો કેમ 
06, ફેબ્રુઆરી 2021

જામનગર-

જામનગર મહાનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક નવા વળાંક આવતા જાય છે. વિરોધ વંટોળ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર બેમાં જાહેર કરાયેલા મહિલા ઉમેદવારની ઉંમર ૨૧ વર્ષ પૂર્ણ થતી ન હોવાના કારણે ઉમેદવાજાર બદલવાનો વારો આવ્યો છે, અને પૂર્વ કોર્પોરેટર ની પુત્રીને સ્થાને હવે, બહેનને ટિકિટ ફાળવવામાં આવી છે. અને તેમના દ્વારા ફોર્મ ભરાયું છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨માં ભારતીય જનતા પાર્ટી દ્વારા દિશાબેન અમીરભાઈ(આલાભાઈ) ભારાઈને ટિકિટ આપવામાં આવી હતી. જેનું ફોર્મ ભરતી વખતે તેમની ઉંમર ૨૧ વર્ષ પુરી થતી ન હોવાનું આજે સવારે ધ્યાનમાં આવ્યું હતું. જેથી ભારે દોડધામ મચી ગઇ હતી.આખરે આ બેઠક પર ઉમેદવાર બદલવાનો વારો આવ્યો હતો. ભાજપ ના પુર્વ કોર્પોરેટર આલાભાઇ રબારીના પુત્રી દિશાબેન કે જે નકકી કરાયેલા ઉમેદવાર હતા, તેના બદલે હવે આલાભાઇ રબારીના બહેન કૃપાબેન ભારાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution