જામનગર: મહત્તમ તાપમાન 31.5 ડિગ્રીએ પહોંચતા સવારથી જ ઉનાળા જેવી ગરમી
13, ફેબ્રુઆરી 2021

જામનગર તા.13:

જામનગરમાં લઘુત્તમ તાપમાનમાં આંશિક વધઘટનો સિલસીલો યથાવત રહેતા ઠંડીનું જોર ઘટયુ હતુ. જો કે ઠંડીનો રાત્રી મુકામ અકબંધ રહ્યો છે ત્યારે બીજી બાજુ દિવસનુ તાપમાન પણ આંશિક વધારા સાથે 31.5 ડિગ્રી નોંધાયું છે. જેને લીધે ઉનાળા જેવી ગરમીનો અનુભવ સવારથી જ શરૂ થયો છે. જામનગરમાં ફેબ્રુઆરી માસના પ્રારંભથી જ તીવ્ર ઠંડીનું જોર ક્રમશ: ઘટી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા સપ્તાહથી લઘુત્તમ તાપમાનનો પારો ઉપર સરકી રહ્યો છે. જામનગરમાં રાત્રીનુ તાપમાન વધુ 0.8 ડિગ્રીના વધારા સાથે 16.6 ડિગ્રી પર સ્થિર થયુ હતુ અને રાત્રી દરમ્યાન ઠંડીનો મુકામ રહ્યો હતો. જો કે, પવનની ઝડપ સામાન્ય રહેતા દિવસ દરમ્યાન જનજીવને ટાઢોડાથી મહદઅંશે મુકિત મેળવી હતી. જામનાગરમાં દિવસના તાપમાનમાં પણ ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે મહત્તમ પારો 31.5 ડિગ્રીએ પહોંચી જતા બપોરના સુમારે હુંફાળા માહોલ સાથે આંશિક ગરમીનો પણ અનુભવ રાહદારીઓ અને વાહનચાલકોએ કર્યો હતો. જો કે, શહેરમાં ભેજનું પ્રમાણ 75 ટકાએ પહોંચવાના કારણે પરોઢીયે ઝાકળવર્ષાથી માર્ગો ભીના થયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution