દેશની સરકાર પર ટ્‌વીટ મારફતે ફરી કટાક્ષ કર્યો જીગ્નેશ મેવાણીએ, જાણો શું કહ્યુ..
19, જુલાઈ 2021

ગાંધીનગર-

ગુજરાતનાં વડગામનાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ટ્‌વીટ મારફતે ફરી કટાક્ષ કર્યો છે. જીગ્નેશ મેવાણીએ પોતાના ટિ્‌વટર એકાઉન્ટથી ટ્‌વીટ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છેે અને તેને ગદ્દારની શ્રેણીમાં હોઇ શકે તેવો ઉલ્લેખ પણ કર્યો છે. જીગ્નેશ મેેવાણીએ લખ્યુ કે, જ્યારે દેશની સરકાર પોતે જ પત્રકારો, ન્યાયાધીશો અને પોતાની જ પાર્ટીનાં મંત્રીઓની જાસૂસી કરી રહી છે, તો પછી તે દેશ સાથે ગદ્દારી નથી તો બીજુ શું છે? ગઈકાલે વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો હતો, તે સ્પષ્ટ છે કે ભારત સરકાર જાસૂસી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ રમી રહી છે. શરમજનક!

સીપીઆઈ નેતા બિનોય વિશ્વમ, આરજેડી સાંસદ મનોજ ઝા, આપ સાંસદ સંજય સિંહ અને અન્ય ઘણા સાંસદોએ સંસદનાં ઉચ્ચ ગૃહમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા જાેખમમાં છે. તેમણે કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે ગૃહમાં આ મુદ્દો ઉઠાવશે. આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં, આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા પત્રકારો, રાજકારણીઓ અને અન્ય લોકોનાં ફોન ભારતમાં હેક થયા હતા અને આ માટે ભારત સરકારે ઇઝરાઇલની કંપની એનએસઓ ગ્રુપનાં હેકિંગ સોફ્ટવેર પેગાસુસનો ઉપયોગ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ઁીખ્તટ્ઠજેજ એક સ્પાઇવેર છે, જે આઇફોન અને છહઙ્ઘિર્ૈઙ્ઘ ઉપકરણોને હેક કરી શકે છે. આની મદદથી, મૈલવેયર મોકલનાર વ્યક્તિ તે ફોનમાં હાજર મેસેજ, ફોટા અને ઇમેઇલ્સ પણ જાેઈ શકે છે. આટલું જ નહીં, આ સોફ્ટવેર તે ફોન પર આવતા કોલ્સને રેકોર્ડ પણ કરી શકે છે. આ સોફ્ટવેરની મદદથી, ફોનનું માઇક ગુપ્ત રીતે સક્રિય થઈ શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution