JLRએ 2.19 કરોડ રૂપિયામાં રેંજ રોવર સ્પોર્ટ એસવીઆર ભારતમાં લોન્ચ કરી
01, જુલાઈ 2021

મુંબઇ

લક્ઝરી વાહન નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ ભારતમાં લક્ઝરી પર્ફોર્મન્સ એસયુવી રેંજ રોવર સ્પોર્ટ એસવીઆર લોન્ચ કરી છે. જેની કિંમત રૂપિયા ૨.૧૯ કરોડ છે. આ એસયુવી ૫.૦ આઈ સુપરચાર્જ્‌ડ વી ૮ પેટ્રોલ એન્જિનથી ચાલે છે. જે ૪૨૩ કિલોવોટ પાવર અને ૭૦૦ એનએમ ટોર્ક આપે છે અને માત્ર ૪ સેકન્ડમાં ૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વેગ આપવા સક્ષમ છે.

કંપનીએ કહ્યું કે રેંજ રોવર સ્પોર્ટ એસવીઆર અત્યાર સુધીમાં સૌથી ઝડપી, સૌથી શક્તિશાળી અને ગતિશીલ લેન્ડ રોવરનું નિર્માણ કરે છે. આ લક્ઝરી પર્ફોર્મન્સ એસયુવી યુકેના કોવેન્ટ્રી શહેરમાં તૈયાર કરવામાં આવી છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું રેન્જ રોવર સ્પોર્ટના હલ્કા અને મજબૂત ઓલ-એલ્યુમિનિયમ આર્કિટેક્ચરની સંપૂર્ણ ક્ષમતા થી સજ્જ છે, જ્યારે રિફાઇનમેન્ટ, લક્ઝરી અને ઓફ-રોડ ક્ષમતાને જાળવી રાખે છે તેના માટે રેન્જ રોવર વિશ્વ પ્રખ્યાત છે, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પરંપરાગત રેન્જ રોવર આરામ અથવા ક્ષમતા પર સમાધાન કર્યા વિના એસવીઆર વધુ ગતિશીલ સંચાલન પ્રદાન કરે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution