કરજણ-

અક્ષય પટેલે ધરાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ કરજણ બેઠક ખાલી પડી હતી. આગામી સમયમાં રાજ્યમાં પેટાચૂંટણીઓ યોજાવાની શક્્યતાને પગલે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉદેવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે કરજણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શકયતાને પગલે ઉમેદવાર નક્કી કરવા કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસે પોતાના ઉમેદવાર માટે ૭ નામનું લિસ્ટ તૈયાર કર્યું છે,

જેને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યું છે. જાેકે કરજણ બેઠક માટે સંભવિત ઉમેદવારોમાં વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ નીલાબેન ઉપાધ્યાય, કિરીટસિંહ, રિતેશ પટેલ, જગદીશ પટેલ, મુકેશ પટેસ, ઘર્મેશ પટેલ અને હુસેન પઠાણના નામ ચર્ચાઇ રહ્યા છે. આગામી સમયમાં કરજણ વિધાનસભાની પેટાચૂંટણી આવવાની હોવાથી તે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કરજણ વિધાનસભા પેટાચૂંટણી પ્રભારી સિદ્ધાર્થ પટેલ, કોંગ્રેસ અગ્રણી નારણ રાઠવા, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો દ્વારા વડોદરામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કરજણ બેઠકના ઉમેદવાર માટે ૭ નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ પટેલ દ્વારા આ ૭ ઉમેદવારનું લિસ્ટ પ્રદેશ સ્તરે રજૂ કરી ઉમેદવાર નક્કી કરવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના આગેવાન, સંભવિત ઉમેદવારો, જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તમામ આગેવાનો અને સંભવિત ઉમેદવારો દ્બારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા ઉમેદવારને વિજયી બનાવવા અને જંગી બહુમતીથી જીતાડવા માટેની ખાતરી આપી હતી.