કચ્છ: ગાંધીધામના લાકડાના વેપારીના અપહરણના ગુનાનો ભેદ ATSએ ઉકેલ્યો
02, ફેબ્રુઆરી 2021

ભુજ-

કચ્છના ગાંધીધામના લાકડાના વેપારીના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી. આરોપીઓએ વેપારીનું અપહરણ કરી રાજસ્થાનની અલગ-અલગ જગ્યાઓએ ગોંધી રાખી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી મનોજ વ્યાસ પાસે ખંડણીની રકમ હોવાથી તેની પણ શોધખોળ હાથ ધરાઈ છે.

અપહરણમાં વપરાયેલી ગાડી રાજસ્થાનના ઝુંનઝુનું ગ્રામ્ય પોલીસને બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. મનોજ વ્યાસ નામનો આરોપી દસ વર્ષ પહેલા વિયતનામામાં વેપારીના ભાઈની કંપનીમાં નોકરી કરતો હતો. આરોપીના કેટલાક સગા હજુ પણ વેપારીની કંપનીમાં નોકરી કરે છે. આરોપી પોતે પણ વેપારીને ઓળખતો હોવાથી સારી રકમ વસુલી શકવાના ઇરાદાથી અપહરણ કર્યું હતું. આરોપીઓએ રાજસ્થાનના સાંચોર, જાેધપુર રોડ તેમજ જયપુર જેવી જગ્યાઓએ વેપારીને ગાંધી રાખ્યો હતો અને તેની પાસેથી ૩૫ લાખ રૂપિયા કઢાવી લીધા હતા. વેપારીનો ૬૦ હજારની કિંમતનો મોબાઇલ લઇ પણ આરોપીઓએ લઇ લીધો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution