કચ્છમાં બનશે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, PM મોદી આ તારીખે કરશે ખાતમૂર્હત
03, ડિસેમ્બર 2020

ગાંધીનગર-

કચ્છ ખાતે વિશ્વનું સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. આ એનર્જી પાર્કિનું ભૂમિપૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 15મી ડિસેમ્બરના રોજ કચ્છ ખાતે યોજાશે.

આ અંગે જણાવતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, કચ્છ ખાતે ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું આગામી 15મી ડિસેમ્બરે ખાતમૂર્હત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવી રહ્યા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી રૂપણીએ કહ્યું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. પ્રધાનમંત્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.  મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ડિસેલીનેશન પ્લાન્ટ પ્રજા માટે ખેડૂતો, પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના સંપન્ન થયા બાદ હવે વધુ નવા બે પ્રોજેકટસનું ભૂમિપૂજન પ્રધાનમંત્રી કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution