બનાસકાંઠા-

ડીસામાં ઓક્સિજન ખૂટતા દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. એક જ દિવસમાં ૨૦થી વધુ દર્દીઓના ઓક્સિજનના કારણે મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો છે. જો કે દર્દીના સગાઓએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. બનાસકાંઠામાં કોરોના પીડિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર પાસે અપૂરતી સુવિધાના કારણે બનાસકાંઠામાં અનેક દર્દીઓ ના મૃત્યુ થઈ રહ્યા છે અને જેમાં મેડિકલ હબ ગણાતા ડીસામાં ઓક્સિજન ના અભાવે એક જ દિવસમાં ૨૦થી વધુ દર્દીઓ મોતને ભેટયા છે. મોટાભાગના આયુસીયુ સેન્ટરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન હોવાના કારણે દર્દીઓના મોત થઈ રહ્યા છે .હેત આઈસીમાં પાંચ દર્દીઓના મોત થતા દર્દીના સગાઓએ રોષ વ્યક્ત કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે આઇસીયુ સંચાલકે ઓક્સિજન ન હોવાનું જણાવ્યું હતું. મેડિકલ હબ ગણાતા ડીસામાં દિન-પ્રતિદિન દર્દીઓના મોત માં વધારો થઈ રહ્યો છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં 40 બેડની હોસ્પિટલ સામે માત્ર સાત જ બેડમાં ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ન હોવા ના કારણે દર્દીઓના મૃત્યુનો થઈ રહ્યા છે. જોકે તંત્રનો દાવો પોકળ પુરવાર થઇ રહ્યો છે. એક તરફ રેમડીસીવર કાળા બજાર બીજી તરફ ઓક્સિજનની અછતના કારણે સમગ્ર જિલ્લાના દર્દીઓમાં મૃત્યુનો આંક વધી રહ્યો છે.જોકે તંત્ર આખરે જિલ્લામાં સુવીધા ઉભી કરવામાં નિષ્ફળ સાબિત થયું છે.બનાસકાંઠા કલેકટરે આનંદ પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો જીગ્નેશ હરિયાણી પૂરતા પ્રમાણમાં સુવિધા હોવાના દાવા કરે છે ત્યારે ડીસામાં દર્દીઓને કાળા બજારમાં ઇન્જેનશન લેવા મજબુર છે. તો આઇસીયું માં કોઈ દર્દીને દાખલ કરવા તૈયાર નથી.