17, ડિસેમ્બર 2021
અમદાવાદ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી શહેરના પાંચ તળાવ ડેવલપ કરવામાં આવનાર છે. જેની પાછળ ૧૭ કરોડનું ખર્ચ કરાશે, જ્યારે બીજી બાજુ અગાઉ ડેવલોપ કરેલા તળાવ મનપાની બેદરકારીને લીધે ડંમ્પીગ સાઈટ બનીને રહી ગયા છે. પ્રહલાદનગર પાસેનુ તળાવ દુર્ગધ મારે છે. વારંવાર ફરીયાદ છતા તળાવની સફાઈ કરવામાં આવતી નથી. આવી જ રીતે ઘોડાસરનું તળાવ ખાલી ખમ છે અને ઉજ્જડ બની ગયુ છે. શહેરની શોભામાં અભિવૃધ્ધી કરવા તથા નાગરીકોને શુધ્ધ વાતાવરણ મળી રહે તે માટે બગીચા અને તળાવ વિકસાવ્યા, પરંતુ જાળવણીના અભાવે તળાવની હાલત બદતર બની ગઈ છે. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા મલાવ તળાવ વિહાર સ્થળનો વિકાસ વર્ષ ૨૦૦૫માં ગાંધીનગરના પૂર્વ સાંસદ લાલ ક્રૃષ્ણ અડવાણીના હસ્તે વિકાસ યોજનાના ભાગે રૂપે ડેવલપ કરી લોકા અર્પણ કરાયુ હતુ. ભારે ધામધૂમ પૂર્વક લોકાઅર્પણ કરાયુ ત્યારે તળાવમાં બોટીંગની શહેલગા માણવાની મજા લોકોએ લીધી હતી, પરંતુ ત્યારબાદ તળાવનું પાણી સુકાઈ ગયુ. તળાવમાં જે બોટ ફરતી હતી તેમાની બે બોટ આજે પાણીમાં ખૂપેલી જાેઈ શકાય છે. તળાવ ફરતે ઝાંડી ઝાડખરા પૂષ્કળ ઉગી નિકળ્યા છે અને તળાવ ફરતે કચરાના ગંજ ખડકાયેલા જાેવા મળી રહ્યા છે. એક વાર જાેનારને થાય કે, તળાવ છે કે ડંમ્પીગ સ્પોર્ટ. લોકોઅર્પણબાદ મ્યુનિથી સતત ઉપેક્ષીત મલાવ તળાવની હાલત આજે ખૂબજ ખરાબ છે. દિવાલ તૂટી હોવાથી લોકો છેક તળાવના થોડાઘણા પાણી સુંધી પહોંચી જાય છે. સિક્યુરીટી માત્ર નામની છે પાણીમાં ખૂંધેલી બોટ પર કાગડા ઉજાણી કરે છે. સફાઈના અભાવે અને જાળવણીના અભાવે મલાવ તળાવ ધીરેધીરે ડમ્પિંગ સાઈટમાં પરિવર્તિત થઈ રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં મલાવ તળાવની સફાઈની વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરી છે. હવે જાેવાનું એ છે કે, સફાઈ અને દિવાલની મરામત ક્યારે થાય છે. કારણ કે શેઠની શિખામણ જાપા સુધી જ રહે છે.