વડોદરા-

પાદરાના રણુમાં આવેલી સંયુક્ત માલિકીની જમીન ખોટા બાનાખતોના આધારે પચાવી પાડ્યા બાદ જમીનમાં ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ કરીને ગેરકાયદે બાંધકામ કરી દેનારા ઇપ્કા કંપનીના ચેરમેન, જાેઇન્ટ એમડી અને ૨ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. પોલીસને બનાવના સંબંધમાં વિવિધ લોકોની પુછપરછ પણ શરૂ કરી છે.

રણુની બાપુજીની ખડકીમાં રહેતા હિરલ ચંદુભાઇ પટેલે પાદરા પોલીસમાં ઇપ્કા કંપનીના ચેરમેન અને એમડી પ્રેમચંદ ગીગાલાલ ગોધા (રહે, ઓબેરોય સ્કાઇહાઇટ, અંધેરી) જાેઇન્ટ એમડી અજીત કુમાર જૈન (રહે, ઓજાેન રુસ્તમજી ટાવર, ગોંરેગાંવ) તથા એકઝીકયુટીવ ડાઇરેટકરો પ્રશાંત પ્રેમચંદ ગોધા (રહે, ઓબેરોય સ્કાયહાઇટ, અંધેરી) અને પ્રણય પ્રેમચંદ ગોધા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે રણુમાં તેમની સંયુકત માલિકીની જમીન આવેલી છે.

આ જમીન મૂળ માલિક રાવજીભાઇ પટેલ અને ભાઇલાલ ભાઇ પટેલ પાસેથી નક્કી કર્યા મુજબની રકમ ચુકવીને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી ૨૦૧૫માં ખરીદી હતી. વેચાણ નોંધની વિરુદ્ધમાં ભાઇલાલ ભાઇ પટેલે નાયબ કલેકટર વડોદરા ગ્રામ્ય સમક્ષ કરી હતી જેમાં ત્રાહિત પક્ષકાર તરીકે ઇપ્કા લેબોરેરી પ્રા.લી ના અધિકારી હાજર થઇ જવાબ આપી રજુઆત કરી હતી કે જમીનનો કબજાે ત્રાહિત પક્ષકાર પાસે છે.