કોરોના વેક્સિન અંગે જાગૃતિ માટે કાર રેલીનો આરંભ
25, જાન્યુઆરી 2021

દાહોદ

રોટરી આંતરરાષ્ટ્રીય મંડળ ૩,૦૪૦ જેનો ઉદ્દેશ્ય સેવા સર્વોપરી છે. કોરોના મહામારીના લીધે સંપૂર્ણ વિશ્વ કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત વેક્સિન અંધારા વાદળો વચ્ચે ઇન્દ્રધનુષી પ્રકાશ જેવી પ્રતીતિ થઈ રહી છે. લોકોને વેક્સિન અંગે જાગૃત કરવા રોટરી ઉદ્દેશ્યોને સ્થાપિત કરવા જેવા વિશ્વ શાંતિ માતા બાળકોને આરોગ્ય સેવા શુદ્ધ પાણી સ્વચ્છ અને સુરક્ષિત સમાજ સાક્ષરતા પર્યાવરણ બેટી બચાવો બેટી પઢાવો જેવા મુખ્ય મુદ્દાઓ લઈ ગોધરાથી કાર રેલી ઓરેન્જ રોટરી કાર રેલીના કેપ્ટન રો.સમીર પરીખ કોડિનેટર રો.નીરજભાઈ શાહના નેતૃત્વમાં રોટરી મંડળ ૩,૦૪૦ ના મંડળ અધ્યક્ષ ડોક્ટર ગજેન્દ્રભાઈ નારંગએ શરૂ કરાવી હતી. જે દાહોદ ખાતે આવી પહોંચતા દાહોદ રોટરી ક્લબના મંડળ ૩,૦૪૦ના મંત્રી સાબિર શેખએ .જી.સી.વી ઉપાધ્યાય ક્લબના મંત્રી હસમુખભાઈ અગ્રવાલ સંજયભાઈ બારીયા ભારતીબેન જાની દિવ્યપ્રભાબેન કુતુબભાઈ હસનભાઈ વગેરે રોટરિયનોએ રેલીનું સ્વાગત કર્યું હતું. આ રેલીમાં માસ્ક અને અન્ય સાહિત્યનું પણ વિતરણ કરતી આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution