વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે “સેવા સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૫ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન વોર્ડ વિસ્તારોમાં સઘન સફાઇ ઝુંબેશ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૫મીના રોજ સ્વચ્છ શાકભાજી માર્કેટ-ડ્રાઇવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરમાં યોજાયેલ આ આયોજન અંતર્ગત પૂર્વ ઝોનના વોર્ડ નં ૧,૨ અને ૯માં આવેલ સંત કબીર રોડ- શાકમાર્કેટ, વારસીયા શાકમાર્કેટ, કમલાનગર શાકમાર્કેટ તથા દક્ષિણ ઝોનમાં વોર્ડ નં ૩,૪ અને ૧૨માં જીઆઇડીસી શાકમાર્કેટ,પાણીગેટ શાકમાર્કેટ, દાલિયાવાડી શાકમાર્કેટ, તરસાલી શાકમાર્કેટ તથા ઉત્તર ઝોનમાં વોર્ડ નં ૫,૭ અને ૮માં છાણી શાકમાર્કેટ, સલાટવાડા શાકમાર્કેટ, તુલસીવાડી શાકમાર્કેટ, ખંડેરાવ શાકમાર્કેટ, સ્વાતિ શાકમાર્કેટ તેમજ પશ્ચિમ ઝોનમાં વોર્ડ નં ૬,૧૦ અને ૧૧માં ગોરવા શાકમાર્કેટ, કડક બજાર શાકમાર્કેટ, ગોત્રી શાક માર્કેટની આસપાસના વિસ્તારોની સઘન સફાઇ કરી જંતુનાશક પાવડરના છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. આગામી તા.૨૦મી સપ્ટેમ્બર સુધી આ અભિયાન જારી રહેશે. જેમાં સ્વચ્છ સ્લમ વિસ્તાર, સ્વચ્છ હોસ્પીટલ વિસ્તાર, સ્વચ્છ ગાર્બેજ વનરેબલ પોઇન્ટ વિસ્તાર, સ્વચ્છ ડીવાઇડર-ફૂટપાથ-ફલાયઓવર બ્રીજ, સ્વચ્છ નદી અને તળાવોની ડ્રાઇવનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.