ગાંધીનગર-

ગુજરાતમાં કોરોનાના સંક્રમણને નિયત્રણમાં લાવવા તમામ ગ્રામીણ વિસ્તારો પણ વધારે જાગૃત અને જવાબદાર બને અને કોરોનાનું સંક્રમણ રોકવાના રાજ્ય સરકારના પ્રયત્નોમાં ગ્રામીણ વિસ્તારો પણ નિણર્યિક જવાબદારી અદા કરે તેવા આશય સાથે ગુજરાત રાજ્યના સ્થાપ્ના દિવસ,આજથી સમગ્ર રાજ્યમાં 'મારું ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનનો આરંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો આરંભ કરાવ્યો હતો. રાજ્યના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતુ.

ગુજરાત રાજ્યના સ્થાપ્ના દિવસ, તા. 1 લી મે 2021 થી 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામા આવ્યો છે.ગ્રામીણ કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ આગેવાનો આ અભિયાનમાં જોડાશે. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ અભિયાનમાં જોડાશે. એટલું જ નહીં તાલુકા પંચાયતના અન્ય હોદ્દેદારો અને તાલુકા વિકાસ અધિકારી પણ આ અભિયાનમાં સહભાગી થશે.