દે. બારિયાના બામરોલીમાં ૩૦૦ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા
14, સપ્ટેમ્બર 2020

દેવગઢબારિયા : દેવગઢ બારીયામાં કોંગ્રેસ પક્ષમાં ગાબડું પડયું હોય તેમ બામરોલી ગામના ૩૦૦ થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.  

 દેવગઢ બારીયા તાલુકામાં હાલમાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવતા ક્યાંક બક્ષીપંચ સમાજ સાથે અન્યાય થયો હોવાની સ્થાનિક બક્ષીપંચ નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે ત્યારે આ પરિસ્થિતિમાં એક તરફ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સ્થાનિક રાજકીય ગરમાવો જોવાઇ રહ્યો છે જેમાં આજરોજ તાલુકાના બામરોલી ગામ ના અને વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા તેવા વસંત રામસિંહ સહિત અન્ય નામાંકિત પીઢ કાર્યકરો આજ દિન સુધી કોંગ્રેસની વિચારધારા સાથે રહી પક્ષનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમને ભાજપ સરકારના કેટલાક વિકાસશીલ કામોને લઇ તેમજ સરકારના યોગ્ય ર્નિણય ને લઇ કોઈપણ જાતના દાબ દબાણ વગર સ્થાનિક ભાજપના ધારાસભ્ય બચુભાઈ ખાબડ મને મળી તેઓએ પોતાના કાર્યકરો સાથેભાજપ પક્ષમાં જોડાવવાની વાત કરતા આજરોજ બામરોલી ગામે સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ તેમજ પાર્ટીના પ્રમુખ મુકેશ પટેલ સહિત સંગઠનના કાર્યકરો તેમજ આસપાસમાં સરપંચો ની હાજરીમાં ભાજપ પક્ષ નો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution