અમદાવાદ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ એ થોડા સમય પહેલા સુરતમાં ૫ હજાર રેમડેસીવીર ઇંજેક્શન વહેંચયા હતા. આ ઈંજકેશનને લઈને રાજકારણ ગરમાયુ હતું અને આજે આ મુદ્દો હાઇકોર્ટમા પહોંચ્યો છે કોંગ્રેસના વિપક્ષનેતા પરેશ ધાનાની એ હાઇકોર્ટમાં આ મામલે પિટિશન કરી છે વકીલ મારફતે આજે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતું જેમાં ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભાંગનો ગુનો નોંધવા માટે ની રજુઆત પણ કરવામાં આવી હતી હાઇકોર્ટમાં થયેલી આ જાહેર હિતની અરજીમાં ફાર્મસી એક્ટ ૧૯૪૯ ના સેક્શન ૪૨નો ભંગ થયાની રજુઆત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાની એ નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ૩૬ પાનાંની જાહેરહિતની અરજી કરી છે આ ઇંજેક્શન મામલે ભાજપના હર્ષ સંઘવી વિરુદ્ધ પણ ખોટી રીતે રેમદેસીવીર ઈંજકેશનનું વેચાણ કરવા મામલે પણ જવાબ માંગવામાં આવ્યા છે તો બીજી એક પિટિશનમા ગુજરાત સરકાર, પ્રદેશ પ્રમુખ, સુરત પોલીસ કમિશનર, સુરત કલેકટર અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ કોશિયા નો પણ આ પિટિશનમા જવાબ માંગ્યો છે વધુમાં આ પિટિશન મા ઉલ્લેખ કર્યો છે કે રજીસ્ટર ના થયેલી વ્યક્તિ ઘ્વારા આ ઇંજેક્શનનું વિતરણ કરવા આવ્યું છે અને પ્રિસ્ક્રીપશન વગર આ ઇંજેક્શન લાવામાં આવ્યા છે જેથી આ મામાલ કડક કાર્યવાહી થવી જાેઈએ જાેકે કાયદા મુજબ આ ગુનાની ૬ મહિના ની જેલની સજા ની જાેગવાઈ છે. તાજેતરમા જ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ધન્વંતરિ રથના લોકપર્ણ સમયે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીને આ ઈંજકેશન વિશે પૂછતાં તેમને કટાક્ષમાં જવાબ આપયો હતો કે આ વિશે તમે પાટીલ સાહેબ ને પૂછો તો સારું છે ત્યારે બાદ વિપક્ષ ગેલમાં આવી અને આ મામલે રાજકારણ ગરમાયું હતું જાેકે પાટીલ ઘ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ઈંજકેશન મારા નહીં મારા મિત્ર ઘ્વારા લાવામાં આવ્યા છે આ સમગ્ર મામલે આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.