વન્ય પ્રાણીઓ હવે ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી જતાં હોવાની ગંભીર ઘટનાઓ રાજયના લગભગ તમામ જંગલોની આસપાસના વિસ્તારમાં સામાન્ય બની ગઈ છે. તાજેતરમાં વડોદરા જેવા ભરચક શહેરની પાદરે આવેલા ઈંટોલા ગામની સીમમાં મોડી રાત્રે એક સ્થાનિક ખેડૂતે હિંસક દિપડાને સીમમાંથી પસાર થતા જાેયો હતો. યોગાનુંયોગ એજ સમયે દિપડાએ સામેથી આવતાં એક નિર્દોષ સસલાનો શિકાર કરતા આ સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.