અમદાવાદ-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 3 હજાર કરતાં પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધો પણ લાવવામાં આવી રહ્યા છે. 

ગુજરાતમાં ફરીથી કોરોના વાઇરસના સંક્રમણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે ફરીથી લૉકડાઉન લાદવાની આશંકા ઊભી થઈ છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્યમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે અને રાજ્ય સરકારને સપ્તાહાંતે કર્ફ્યુનો નિર્ણય લેવા નિર્દેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં લૉકડાઉનની જરૂર હોવાની પણ ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના કુલ 3160 નવા કેસ નોંધાયા છે.