14, સપ્ટેમ્બર 2020
દિલ્હી-
કોરોના કાળની વચ્ચે સંસદમાં ચોમાસું સત્રની આજે શરૂઆત થઈ રહી છે. કોરોના મહામારીના કારણે આ વખતે સત્રમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાં છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આ વખતે અલગ અલગ ચાલશે. તો આ વખતે પ્રશ્નકાળ રહેશે નહીં. એલએસી ઉપર ચીનની સાથે વધી રહેલા તણાવ અને કોરોના મહામારીના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. આજે રાજ્યસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી પણ છે. જેમાં હરિવંશ અને મનોજ ઝા વચ્ચે મુકાબલો છે. હરિવંશ એનડીએના ઉમેદવાર છે તો મનોજ ઝાને વિપક્ષ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.