લોકસભા સ્પીકર ઓમ બિરલા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ગુજરાતી પુછયુ " કેમ છો "
24, નવેમ્બર 2020

અમદાવાદ-

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ટેન્ટ સિટીની અંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં બે દિવસીય 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે.

આ કોન્ફરન્સમાં દેશનાં વિવિધ રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષ સહિત લોકસભા રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. જેને લઇને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટિલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એરપોર્ટથી બહાર આવ્યા બાદ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તમામ મિત્રો "કેમ છો" તેવું જણાવ્યાં બાદ તેઓ સીધા જ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને જ્યારે કોરોના મહામારીમાં આ કોન્ફરન્સ યોજાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તમામ પ્રશ્નોના જવાબ તેઓ જે આજે બપોરે થનારી પત્રકાર પરિષદ છે, તેમાં આપશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution