ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરાયું
27, જુન 2025 2079   |  

અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૭ ગજરાજ, ૩૦ અખાડા, વિવિધ ઝાંખી કરાવતા ૧૦૧ ટ્રક, ૧૮ ભજન મંડળીઓ અને ૩ બેન્ડવાજાવાળા જાેડાયા હતા. આ સાથે મોટી સંખ્યામાં સાધુ-સંતો તથા ભક્તો રથયાત્રામાં જાેડાયા છે. સરસપુરમાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુષ્પવર્ષા કરીને ભગવાન જગન્નાથનું સ્વાગત કરવામાં હતું. ભગવાનનું મામેરૂ પણ કરવામાં આવ્યું છે. સરસપુરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જગતના નાથ જ્યારે મોસાળમાં પહોંચ્યાં તો ત્યાં ભક્તિમય માહોલ જાેવા મળી રહ્યો છે. ભગવાનને વ્હાલી એવી ખીચડી અને શાકનો પ્રસાદ, સરસપુરની પોળમાં તૈયાર આ પ્રસાદ લેવા ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ભક્તો શાક, પુરી અને મોહનથાળનો પ્રસાદ આરોગ્યો હતો. આખુંય અમદાવાદ હાલ જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યું છે. લોકો ભગવાનના ભક્તિ ગીત ગાઈ રહ્યાં છે. ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે મોસાળ પહોંચી ગયા હતા. લાંબા સમયથી જે મામેરાની તૈયારીઓ થઈ રહી હતી, તે મામેરૂ ભગવાન જગન્નાથના રથ સુધી પહોંચી ગયું હતું. આ મામેરૂ ભગવાન જગન્નાથને અર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાલુપુરથી સરસપુર તરફ જઈ રહી હતી તે આ દરમિયાન ત્રણ રથમાંથી એક રથનું પૈડું બગડ્યું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ભલભદ્રજીના રથ તાલધ્વજના પૈડાનો બેલ્ટ તૂટી જતા રથમાં ખામી સર્જાઈ હતી. રથનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રથયાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.

રાયપુર નજીક ડીજેના અવાજથી ત્રણ હાથી ભડકીને ભાગતા દોડધામ મચી ભડકેલા હાથીને રથયાત્રામાંથી તાત્કાલિક દૂર કરી યાત્રાને આગળ વધારાઈ

અમદાવાદમાંથી નીકળેલી ૧૪૮મી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી રહ્યા હતા ત્યારે રથયાત્રા ખાડિયા પહોંચી ત્યારે ડીજેના ઘોંઘાટને કારણે હાથી બેકાબૂ બનીને તોફાને ચઢતા નાસભાગ મચી ગઈ હતી. ભડકેલા હાથી બેરિટેકર તોડીને એક પોળમાં ઘૂસી ગયા હતા અને આ દરમિયાન બે લોકો હાથીની અડફેટે આવી જતાં તેમને સામાન્ય ઈજા પહોંચી છે. જાેકે, ભડકેલા ત્રણ હાથીને રથયાત્રામાંથી તાત્કાલિક દૂર કરીને યાત્રાને આગળ વધારવામાં આવી હતી. રથયાત્રાની આગેવાની ગજરાજ કરતા હોય છે, આ વખતની રથયાત્રામાં કુલ ૧૭ હાથી સામેલ કરવામાં આવ્યા હતા જેમાં ૧૬ માદા અને એક નર હાથીનો સમાવેશ થાય છે. રાયપુરમાં જે ઘટના બની હતી તેમાં પહેલા એક નર તોફાને ચઢ્યો હતો અને બાદમાં બે માદા પણ બેકાબૂ બની હતી. રથયાત્રા પૂર્વે ગજરાજાેની પૂરતી ચકાસણી કરવામાં આવતી હોય છે અને તેમને અમુક દિવસો સુધી ઓબ્ઝર્વેશનમાં પણ રખાતા હોય છે, રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થયા હોય તેવી હાલના વર્ષોમાં કદાચ આ પહેલી ઘટના છે.

દર વર્ષે નીકળતી પરંપરાગત રથયાત્રા પાછળ ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ખર્ચો

અમદાવાદમાં લગભગ દોઢ સદીથી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. આ વર્ષે નીકળેલી ૧૪૮મી અમદાવાદ રથ યાત્રા પાછળ ૨૨ કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થયો છે. દસકાઓ અગાઉ હજારો અને લાખોમાં થતો ખર્ચ હવે કરોડોમાં પહોંચી ગયો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં નીકળતી ૨૦૦થી વધુ રથયાત્રાઓનો ખર્ચ ગણીએ તો તે ૨૫ કરોડને આંબી જાય. પ્રથમ વખત અમદાવાદ રથ યાત્રા વર્ષ ૧૯૭૮ની ૨ જુલાઈના નીકળી હતી અને ૧૮૭૯માં પ્રથમ વખત સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મોસાળું કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર ભક્તોના ફાળાથી થયેલી આવક થકી સમગ્ર રથયાત્રાનું આયોજન કરે છે. જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતનો તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉપાડે છે. પરંપરાગત રીતે અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા રથયાત્રા નીકળી છે. વર્ષ ૨૦૦૧ બાદ અમદાવાદ રથ યાત્રા માં એકપણ કોમી તોફાનનો બનાવ નોંધાયો નથી. ભૂતકાળમાં જૂજ કિસ્સાઓને બાદ કરતાં રથયાત્રા સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. વર્ષ ૧૯૮૯માં રથયાત્રા પર હૅલિકૉપ્ટરમાંથી નજર રાખવામાં આવી હતી. ત્રણેય રથ પર ગોળીબાર થવાની આશંકાના પગલે વર્ષ ૧૯૯૩માં બુલેટપ્રૂફ કાચથી આવરી લેવાયા હતા. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વર્ષોથી રથ તેમજ ભક્તોની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ તેમજ જે-તે સરકાર વધુ ભાર આપવા લાગી છે. આ જ કારણોસર દર વર્ષ સુરક્ષાના બજેટમાં વધારો થતો આવ્યો છે. આજના આધુનિક યુગમાં ઝ્રઝ્ર્ફ કેમેરા અને ડ્રોન સર્વેલન્સ પોલીસ માટે આર્શીવાદ બન્યાં છે. છેલ્લાં કેટલાંય દસકાઓથી અમદાવાદ પોલીસની સાથે સાથે ગુજરાત પોલીસ અને અર્ધલશ્કરી દળો સુરક્ષા વ્યવસ્થા માટે સપ્તાહ અગાઉથી જ શહેરમાં ધામા નાંખે છે. શહેર બહારથી આવતા પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ અર્ધલશ્કરી દળના જવાનોને ટ્રાવેલ એલાઉન્સ તેમજ ડેઈલી એલાઉન્સ આપવામાં આવે છે. દસેક કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે. જ્યારે અમદાવાદ રથ યાત્રા ના દિવસે સવારથી રાત સુધી બંદોબસ્તમાં તૈનાત અધિકારી/કર્મચારી/હોમગાર્ડને નાસ્તો-પાણી, ભોજન અને રહેવાની વ્યવસ્થા પાછળ સાત કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ ઉપરાંત બહારગામથી આવનારા પોલીસ કર્મચારી તેમજ સુરક્ષા જવાનોને બંદોબસ્ત સ્થળે લાવવા-લઈ જવા જી્ ની બસો તેમજ મહિનાઓથી સતત મુવમેન્ટમાં રહેતા પોલીસ સહિતના વાહનો પાછળ થતો પેટ્રોલ/ડિઝલનો ખર્ચ પણ કરોડોમાં પહોંચી જાય છે. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અમદાવાદના સાંકડા રસ્તાઓ પર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. આ સમયે કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે હરેક પળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તણાવમાં વીતાવે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution