દિલ્હી-

મધ્યપ્રદેશની શિવરાજ સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ અંગે એક ફરમાન જાહેર કર્યું છે . ફરમાન છે કે હવેથી કોઈપણ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જીન્શ કે ટીશર્ટ નહીં પહેરી શકે . શિવરાજસિંહ ચૌહાણે જીન્શ - ટીશર્ટ પહેરીને ઓફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તમામ કર્મચારીઓને ઓફિસ સમયમાં ફોર્મલ કપડા પહેરવા આદેશ આપ્યો છે . આ સાથે તેઓએ કહ્યું છે કે જો કોઈ નિર્ણયનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ 20 જુલાઈએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચુઅલ બેઠક થઈ હતી . આ બેઠકમાં મંદસૌર જિલ્લાના વન અધિકારી ટીશર્ટ પહેરીને બેઠા હતા . જે મામલે મુખ્યમંત્રી અને સચિવ નારાજ થયા હતા . તેમને બેઠક દરમિયાન જ કહી દીધું કે તમામ અધિકારી અને કર્મચારીઓ ફોર્મલ કપડાં જ પહેરે . જો કોઈ નિયમનું પાલન નહીં કરે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે . 

મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની નારાજગી બાદ ગ્વાલિયરના સંભાગાયુક્ત એમબીઓઝાએ પોતાના શહેરમાં દરેક કર્મચારીઓને આ નિયમનો અમલ કરવા કહ્યું છે . તેઓએ કલેક્ટર અને અધિકારીઓને નિર્દેશ આપ્યા છે અને ગરિમાપૂર્ણ શાલીન વસ્ત્રો સાથે ઓફિસ આવવાની સૂચના આપી છે . તેઓએ પણ કહ્યું હતું કે જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે . 

પાંચ વર્ષ પહેલાં હાઈકોર્ટ જબલપુર મુખ્યપીઠ, ગ્વાલિયર અને ઇન્દોરના દરેક કોર્ડર અધિકારી, કર્મચારીઓ અને ન્યાયાલયની ગરિમાને અનુરૂપ કપડાં પહેરીને આવે તેવા આદેશ આપ્યા હતા. ભડકીલા રંગના જીન્સ અને ટી શર્ટ પહેરીને આવવાની પાબંધી મૂકાઈ હતી.