મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થતાં ભાવિકોમાં શોકની લાગણી
11, એપ્રીલ 2021

અમદાવાદ-

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા છે. અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે તેમનુ નિધન થતા બાપુના દેહને રાખવામાં આવ્યો છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી ખાતે ભારતી આશ્રમમાં અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે લઇ જવામાં આવશે. 

ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા અને તેઓ તપન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને મોડી રાત્રે 2.24 વાગે ભારતી બાપુએ દેહ છોડ્યો હતો. 93 વર્ષના ભારતીજી મહારાજના નિધનથી આશ્રમના સેવકગણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શ્રી અવંતિકા ભારતીજી મહારાજ મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂ હતા, જેમની નિશ્રામાં રહીને તેઓએ જ્ઞાન મેળવ્યું હતું. જૂનાગઢ ભારતી આશ્રમની જવાબદારી તેમના શિષ્ય હરિહરાનંદ ભારતીજી સંભાળે છે. શ્રી મહંત હરિહરાનંદ બાપુ હવે ભારતી બાપુના નવા વારસદાર બનશે. તેઓ આશ્રમના નવા મહંત બનશે. ભારતી બાપુના ગુજરાતમાં 5 આશ્રમ આવેલા છે, જેમાં અમરેલી ભાટ વાક્ય, નર્મદા, સનાતન લબેનારાયણ ભારતીય, સરખેજ અને જૂનાગઢ આશ્રમ. જેમાંથી જુનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામાં આવશે. હાલ બાપુના પાર્થિવ દેહને સરખેજ આશ્રમથી જુનાગઢ એમ્બ્યુલન્સમાં લઇ જવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution