મહીસાગર: LCBએ સંતરામપુર પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
03, ડિસેમ્બર 2020

મહીસાગર-

પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જે સંદર્ભે નાસતો ફરતો આરોપી પ્રકાશ ઈશ્વર મળી આવેતા તેને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ સ્ટાફે બાતમી વાળા સ્થળે તપાસ કરતાં સદર ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રકાશભાઈ ઈશ્વરભાઈ તાવિયાડ રેહ. સંતરામપુરનો મળી આવ્યો હતો. જે બાબતે નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આરોપીની ધરપરડ કરી કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી છે. જે સંદર્ભે નાસતો ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution