છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મલકાબેનની વરણી કરવામા આવી
19, માર્ચ 2021

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં કુલ ૩૨ બેઠકો માંથી ૨૮ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. જેમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી આજરોજ તા ૧૮/૩/૨૧ ના રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મલકાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. અને ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ બારીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના ૩૨ માંથી ૨૮ સભ્યો વિજેતા થયા હોય ભાજપનો બહુમત હોય જેથી ભાજપ દ્વારા પ્રમુખ તરીકે મલકાબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ બારીયાને મેન્ડેડ આપવામાં આવ્યો હતો. અને ફોર્મ ભરાયા હતા. આજરોજ તા ૧૮/૩/૨૧ પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાતા પ્રમુખ તરીકે મલકાબેન પટેલ અને ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ બારીયા સર્વાનુમતે વિજેતા થયા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થતા ભાજપે સત્તાનું સુકાન સાંભળતા કાર્યકરો માં ભારે ખુશી જાેવા મળી હતી. ફટાકડા ફોડી એક બીજાને અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભાજપના મુખ્ય આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આવનારું નવું બોર્ડ જિલ્લાને વિકાસના પંથે લઈ જશે તેવી પ્રજામાં આશા બંધાઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution