રાજપીપળા, ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે મળેલી ભાજપની બેઠકમાં જણાવ્યું હતું કે જે લોકો પાર્ટીમાં કામ ન કરતા હોય એમને કાઢી મુકો. નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારના મંત્રી પૂર્ણશ મોદીની યોજાનારી જન આશીર્વાદ યાત્રાના આયોજન સંદર્ભે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે એક બેઠક મળી હતી, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશા વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. એ બેઠકમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સીધે સીધું એમ જણાવી દીધું હતું કે જે લોકો પાર્ટીમાં કામ ન કરતા હોય તેમને પાર્ટીમાંથી કાઢી મુકવા જાેઈએ ભલે એ મોટો ચમરબંધી કેમ ન હોય.મનસુખ વસાવાએ મીઠી ટકોર કરી હતી કે પીએમ મોદીએ હીરો, હીરોઇન અને જજાેને પણ ઝાડુ પકડાવી દીધા છે, એમણે કહ્યુ કે ઝાડુ એટલે બીજું કશું નહીં પણ સમજતા સ્વચ્છતા માટે પકડાવ્યું છે.પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોઈ એને ઉમર સાથે કોઈ લેવા દેવા નથી.પાર્ટીમાં કામ કરનારા લોકો પણ છે અને તેને તોડી પાડનારા લોકો પણ છે તેનું ધ્યાન આપવું પડશે.જંગલ માંથી જે લોકો ઝાડ કાપી જાય છે તેમની સામે હું કડક રીતે કામ લેવાનો છું.પૈસા કમાવવાના ઘણા રસ્તા છે વૃક્ષો કાપીને જે લોકો પૈસા કમાઈ છે તે સુખી નથી થયા.નર્મદા નદીને શુધ્ધ કરવાનું કામ ભાજપના કાર્યકર્તાઓનું છે અને એના માટે અમે એક અભિયાન ચલાવવાના છે.