મારુતિએ જૂનમાં કુલ ૧.૪૭ લાખ વાહનો વેચ્યા, જાણો કેવું રહ્યું ટાટા મોટર્સ-અશોક લેલેન્ડનું વેચાણ
02, જુલાઈ 2021

મુંબઈ

ઑટો કંપનીયોની તરફથી આજે તેમના જૂનના વેચાણના આંકડા આવવાનું શરૂ થઇ ગયા છે. મારુતિ, અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સએ તેમના વેચાણના આંકડા રજૂ કર્યા છે. મારુતિએ ગુરુવારે એટલે કે આજે તેના જૂન મહિનાના વેચાણના આંકડા જાહેર કર્યા છે. જૂન ૨૦૨૧ માં કંપનીનું કુલ વેચાણ વર્ષના આધાર પર ૧.૪૭ લાખ યુનિટ હતું જે ગયા વર્ષે જૂનમાં કંપનીએ ૫૭,૪૨૮ યુનિટ વેચ્યો હતો.

જ્યારે જૂન મહિનામાં કંપનીનું ઘરેલૂ વેચાણ ૫૩૧૩૯ થી વધીને ૧.૩૦ લાખ યુનિટ રહી છે, જ્યારે એક્સપોર્ટ ૪૨૮૯ યુનિટથી વધીને ૧૭૨૦૦ યુનિટ રહી છે.

જૂન મહિનામાં ટાટા મોટર્સનું કુલ વેચાણમાં વર્ષના આધાર પર મજબૂત વધારો જોવા મળ્યો છે. જૂનના મહિનામાં કંપનીનું કુલ વેચાણ ૧૨૫ ટકા વધીને ૪૩૭૦૪ યુનિટ રહી છે જ્યારે ગયા વર્ષના આ મહિનામાં કંપનીએ ૧૯૩૮૭ યુનિટ વેચ્યા હતા.

અશોક લેલેન્ડએ તેના જૂનના ઑટો સેલ્સના આંકડા રજૂ કર્યા છે. જૂનમાં કંપનીએ કુલ વર્ષના આધાર પર વધારો જોવા મળ્યો છે. જૂનમાં કંપનીનું કુલ વેચાણ ૧૬૯ ટકાથી વધીને ૬૪૪૮ યુનિટ રહી છે જો કે ગયા વર્ષ જબન ક્વાર્ટરમાં કંપનીએ કુલ વાચેણ ૨૩૯૪ વહાન વેચ્યા હતા. જ્યારે જૂન મહિનામાં કંપનીના કુલ ઘરેલુ વેચાણ વર્ષ-દર-વર્ષના આધાર પર ૧૭૪ ટકા વધીને ૫૮૫૧ યુનિટ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution