31, જુલાઈ 2020
સુરત-
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૧ ઈંચ પડ્યો છે. જ્યારે અન્ય ૧૦ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે, રાજ્યમાં ૩૧ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં ડાંગ જિલ્લો કોરોકટ રહ્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં ૧, વલસાડ જિલ્લામાં ૩, તાપી જિલ્લામાં ૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સુરત જિલ્લાના ૫ તાલુકામાં સારો વરસાદ પડ્યો છે.