મહેસાણા-

મહેસાણા લોકલ કાઈમ બ્રાન્ચ દ્વારા 37 ગુના ને અંજામ આપી ચુકેલા ત્રણ શખ્સ ને પકડી પાડ્યા છે પકડાયેલ ટોળકી સાધુ વેશ ધારણ કરી અત્યાર સુધી લાખો રૂપિયા લોકો પાસેથી ભોળવીને લૂંટી લીધા છે મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક આવેલા ગણેશપુરા ગામના રહેવાસી બનાનાથ ઉર્ફે રાજનાથ ઉર્ફે બનીયો તેમજ નરસિંહ નાથ ઉર્ફે નરીયો નામના આ બે શખ્સ નું મૂળ કામ સાપ પકડવાનું અને લોકો ને ખેલ બતાવી મનોરંજન કરવાનું છે. પણ ખેલ બતાવતા બતાવતા પૈસા કમાવવાને બદલે આ બંને શખ્સ એ રાતો રાત પૈસા કમાવવા માટે એવો રસ્તો અપનાવ્યો કે તેઓ આજે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

પકડાયેલ આ બંને વ્યકિત ગાડી લઈને વિવિધ વિસ્તારમાં નીકળતા અને ગાડીમાં એક વ્યક્તિ સાધુ નો વેશ ધારણ કરીને બેસતો આ બંને શખ્સ કોઈ સુમસામ જગ્યા પર ગાડી ઉભી રાખી ત્યાંથી પસાર થતા વ્યક્તિને બોલાવી તેને પહેલા સરનામું પૂછતાં ત્યારબાદ સાધુ વેશે પાછળ બેઠેલા નરસિંહ નાથ ને બતાવી તે હિમાલય થી તપ કરીને આવેલા સાધુ હોવાની ઓળખ આપી વાતોમાં ભોળવી તે વ્યક્તિએ પહેરેલા સોના ના દાગીના ઉતારી લઈ ફરાર થઈ જતા.ત્યારબાદ આ ટોળકી અમદાવાદ ના સોની સુમિત સોની ને સસ્તા ભાવે સોના ના દાગીના વેચી દેતા હતા.આ ટોળકી ગુજરાત અને અન્ય રાજ્યોમાં 37 જેટલા ગુના ને અંજામ આપી ચુકી છે.તો અગાઉ 10 કરતા વધુ ગુનામાં પકડાઈ ચુકી છે આ ટોળકી એ મહેસાણામાં ત્રણ ગુના ને અંજામ આપ્યો છે તો આ ટોળકી પાસેથી હાલમાં આ પ્રકારે ઠગાઈ કરવાના મામલે રૂપિયા 8.75,835 લાખ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે